Skip to main content

Posts

Showing posts from January, 2018

સ્વામી વિવેકાનંદ સુવિચાર || Swami Vivekanand Powerful Quotes || Swami Vivekanand Quotes in Gujarati

તમારા ભાગ્ય વિધાતા તમે જ છો. તમારી જાતને દુખી કરનારા તમે જ છો. શુભ-અશુભના કરનારા તમે જ છો. તમે જ તમારી આખો આડા હાથ દઈને બૂમો મારો છો કે અંધારું છે, અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશ ને જુઓ; તમે પોતે જ્યોતિમય છો, પ્રથમથી જ તમે સંપૂર્ણ છો. ખાડા થાઓ, હિમમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો. અને સમજો કે તમારા નશીબના ઘડનારા તમે પોતે જ છો. જે કઈ શક્તિ અને સહાઈ તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ઊભો થા અને યુદ્ધ કર! એક ડગલું પણ પીછેહઠ ન કરીશ. એજ મુદો છે... છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે, તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્રજગત ભલે આપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે, એમાં શું! માટે યુદ્ધ કર! નામર્દ થવાથી તને કઈ મળશે નહીં.. પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે.. સામી છાતી એ લડીને મારો.. ઉઠો, જાગો! ઊભો થા અને યુદ્ધ કર! જગતના ધર્મો જ નિરજીબ અને હાસી જેવા થઈ ગયા છે. દુનિયા ચરિત્ર માંગે છે. જેમનું જીવન એક નિસ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષો ની દુનિયા ને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યે...