તમારા ભાગ્ય વિધાતા તમે જ છો. તમારી જાતને દુખી કરનારા તમે જ છો. શુભ-અશુભના કરનારા તમે જ છો. તમે જ તમારી આખો આડા હાથ દઈને બૂમો મારો છો કે અંધારું છે, અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશ ને જુઓ; તમે પોતે જ્યોતિમય છો, પ્રથમથી જ તમે સંપૂર્ણ છો.
ખાડા થાઓ, હિમમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો. અને સમજો કે તમારા નશીબના ઘડનારા તમે પોતે જ છો. જે કઈ શક્તિ અને સહાઈ તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.
ઊભો થા અને યુદ્ધ કર! એક ડગલું પણ પીછેહઠ ન કરીશ. એજ મુદો છે... છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે, તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્રજગત ભલે આપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે, એમાં શું! માટે યુદ્ધ કર! નામર્દ થવાથી તને કઈ મળશે નહીં.. પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે.. સામી છાતી એ લડીને મારો.. ઉઠો, જાગો! ઊભો થા અને યુદ્ધ કર!
જગતના ધર્મો જ નિરજીબ અને હાસી જેવા થઈ ગયા છે. દુનિયા ચરિત્ર માંગે છે. જેમનું જીવન એક નિસ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષો ની દુનિયા ને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વ્રજ જેવી અસર કરશે.
માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વ્રજ જેવી દીવાલો તોડીને તેમાથી માર્ગ કાઢે છે.
બીજી બધી વસ્તુ કરતાં ઈચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું બધુ શિર જુકાવે છે. કારણકે ઇચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા, પવિત્ર અને પ્રબળ ઈચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.
સફળ થવા માટે તો તમારામાં જબરજસ્ત ખંત હોવો જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઇયે, ' હું સાગર આખો પી જઈશ, મારી ઈચ્છાશક્તિ ના જોરે પર્વતોના ચુરા થઈ જશે, 'ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો, તો તમે ધ્યેયે પહોચશો જ.
મહાન કર્યો કદી આસાનીથી થઈ શક્યા છે? સમય, ધૈર્ય અને અદમ્ય ઈચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપશે જ.
પ્રાથના શું કોઈ જાદુમંત્ર છે કે તેના રટણથી તમે સખત કામ કરતાં ન હો છતાં તમને અદભુત ફળ મળી જાય? ના , સૌને સખત કામ કરવાનું છે; સૌને એ અનંતશક્તિના ઊંડાણે પહોચવાનું છે.ગરીબીની પછાળ તેમજ શ્રીમંતની પછાળ, એ જ અનંત શક્તિ રહેલી છે. એવું નથી કે એક માણસે સખત મહેનત કરવી પડે છે બીજો થોડાક શબ્દોના રટણમાત્રથી ફળ મેળવી જાય! આ વિશ્વ એક અખંડ પ્રાથના છે. જો તમે પ્રાથનાને એ અર્થ માં સમજો તો હું તમારા મતનો છું. શબ્દો જરૂરી નથી, મૂક પ્રાથના વધુ સારી છે.
માતા એ શક્તિ નું પ્રથમ પ્રાગટ્ય છે.... વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે... માની ભાવના મનમાં દ્રઢ થયા પછી આપણે બધુજ કરી શકીએ;પ્રાથનાનો તે તરત ઉત્તર આપે છે.
માણસ ગમે તેટલો પતિત બની નીચે ગયો હોય, પરંતુ એક એવો કાળ જરૂર આવશે જ્યારે તે કેવળ નિરુપાય થઈને પણ ઉચ્ચ માર્ગ ગ્રહણ કરશે અને પોતાનામાં શ્રદ્ધા રાખતા શીખશે. પરંતુ આપણને પોતામાં શ્રદ્ધા જન્મે એટલા ખાતર આ બધા કડવા અનુભવો શા માટે લેવા જોઈએ?
શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે. કોઈ પણ વસ્તુથી ડરો નહીં. તમે અદભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કઈ જ નથી. આ દુનિયામાં દુખનું મોટું કારણ ભય છે. અને પળવારમાં અહી સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે ઉઠો! જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી માંડ્યા રહો.
મારા યુવક મિત્રો! સુદ્રઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે; કારણકે હું તમને ચાહું છે. મે થોડોએક અનુભવ લીધો છે. તમારા બાવડા અને સ્નાયુઓ જરા વધુ મજબુત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં જરા તાકાતવાળું કોહી હશે તો શ્રીકૃષ્ણની શક્તિશાળી પ્રતિભા અને મહાન સામર્થ્ય વધુ સારી રીતે સમજી શકશો. જ્યારે તમારું શરીર તમારા પગ ઉપર ટટાર ઊભું રહશે અને તમને લાગશે કે તમે માણસ છો, ત્યારે ઉપનિષદ અને આત્માનો મહિમા સારી રીતે સમજશો.
તમારા પોતાના જ દોષોને માટે અન્ય કોઈનો વાક કાઢો નહીં; તમારા પગ ઉપર ખડા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. એમ બોલો કે જે આ દુખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે, અને એ હકીકત પોતે બતાવે છે કે એનો ઉપાઈ મારે એકલાએ જ કરવાનો પડશે.
ઉઠો, જાગો, વધારે ઊંઘો નહીં;બધી ખામીઓ અને બધા દુખોને દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે.
લોખંડી સ્નાયુઓ અને કુશાગ્રબુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણોમાં પડે.
જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો.
મારા બાળકો! યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર અને સહદયતાવાળા બનો.


















Comments
Post a Comment